Anand Accident: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. રાજકોટથી સુરત જતી ખાનગી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના બનાવ સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અક્સમાતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ: પેટલાદ પાસે તારાપુર-ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી વચ્ચે સર્જાયો અકસ્માત
ઓવર ટેક કરવા જતાં સર્જાયો અકસ્માત, ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે નિપજ્યા મૃત્યુ#BreakingNews #Anand #Accident pic.twitter.com/6AAFNubdEf
— DD News Gujarati (@DDNewsGujarati) November 28, 2024
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, આજે વહેલી સવારે રાજકોટથી સુરત તરફ જતી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. તારાપુર-ધર્મજ હાઇવે પર વડલદા પાટિયા પાસે ઓવરટેક કરતી વખતે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ટ્રક અને બસનો અકસ્માત થતાં લોકોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.
મૃતકોના નામ
- ધ્રુવ રૂડાણી
- મનસુખભાઈ કોરાટ
- કલ્પેશ જીયાણી
બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે 15 જેટલ મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે પેટલાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube