Sojitra Family 25th Snehmilan in Surat: સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં સુરતને કર્મભૂમિ બનાવનારા સોજીત્રા પરિવારનો 25મો રજત જ્યંતી અને 100 મહિલા જાગૃતિ સ્નેહમિલન સમારોહ ‘અવસર માણવાનો દાદીમાના સંયુક્ત પરિવાર’ સુરતમાં યોજાયો હતો. સરથાણા જકાતનાકા ખાતે આવેલા ફાર્મમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સમગ્ર સ્નેહમિલન મહિલા દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે જ આરોગ્ય માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ,રક્તદાન-ચક્ષુદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્નેહમિલન સમારોહમા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.સાથે જ પરિવારના લોકોએ દેહદાન અને ચક્ષુદાનનો સંકલ્પ લીધો હતો..
સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વસતા સોજીત્રા,રાંક,તંતી,પીપલીયા,પોકિયા અટક ધરાવતાં લોકોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં બાળકોએ પોતાની કળાને પ્રદર્શિત કરતાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.
જુઓ VIDEO
લોકોમાં પરિવારની ભાવનાની સાથેના મહિલા જાગૃતિ મુખ્ય વક્તા ડૉ. અંકિતાબેન મુલાણી અને કમલનયનભાઈ સોજીત્રા(ફાલ્કનપંપ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમ અંગે ભાગ્યવાન દક્ષાબેન સોજીત્રા એ કહ્યું કે,આ અમારો 25મો સ્નેહમિલન સમારોહ છે. જેમાં 100 મહિલા જાગૃતિ સ્નેહમિલન સમારોહ અને 12 સંયુક્ત પરિવારમાં રહેતા દાદીમાં નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ 100 મહિલા વિન્ગ ની સ્થાપના સાથે સન્માન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે અલગ-અલગ સરકારી જગ્યામાં કામ કરી રહેલી સોજીત્રા પરિવાર ની દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંકિતાબેન મુલાણી જણાવ્યું હતું કે, શ્રી રામચંદ્ર ભગવાન ના જયઘોષ ની શરૂઆત કરી હતી, સોજીત્રા પરીવાર દ્વારા જે દાદીના સન્માનની વિશેષ વાત કરતા જણાવ્યું હતું કે ૨૫મો રજતજયંતી પર દાદીના સન્માનની સોજીત્રા પરીવાર આવતા વર્ષે ૫૦ દાદીમાના સન્માન કરશે.આવનાર વર્ષે ૨૫ દાદીના સાથે જે યુવાનો વ્યસન નથી કરતા એવા યુવાનોનુંં સન્માન કરજો.સ્નેહમિલનમાં લોકો ને સંકલ્પ પણ લેવડાવ્યા હતા.જીવનમા ૬ લોકોનો વિશેષ આભાર માનવો જોઈએ.સાથે અનેક સંકલ્પ લેવડાવ્યા હતા.સમગ્ર પરિવાર સાથે રહીને માતૃવંદના સાથે માતા-પિતા નુ ઋણ અદા કર્યું હતું.સાથે માં-બાપ તમે ખુબ જ જીવો નો નાદ ગુંજી ઉઠ્યું હતું..
સોજીત્રા પરિવારના પ્રમુખ નાગજીભાઈ સોજીત્રાએ કહ્યું કે, અમારી ત્રણથી ચાર પેઢીઓ એક સાથે આ કાર્યક્રમમાં હાજર રહી હતી. અંદાજે 5100થી પણ વધુ જેટલા સોજીત્રા પરિવારના સભ્યો એક સાથે છેલ્લા 25 વર્ષથી વર્ષમાં એકવાર મળીએ છીએ. દરવર્ષે આ રીતે મળતાં રહેવાથી એકતા અને ભાઈચારાની લાગણી પણ વધે છે. સારા કાર્યો કરનારને સન્માનિત કરવા, તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને કંઈક કરી છૂટવા માટેનું નવું ઈજન મળે તે માટે નવા વિચારો પણ રજૂ કરવામાં આવતાં હોય છે. જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. દરેક સમાજનો વિકાસ સંગઠિત થવાથી જ થાય છે ત્યારે અમારું આ સંગઠન પણ સતત વિકસતું અને ધબકતું રહે છે. યુવાનો આગેવાની લઈને તમામ કાર્યોને દીપાવે છે. જ્યારે તમામ લોકો એક સાથે એક ભાણે એક આંગણે આવીને એકતાના દર્શન કરાવે છે. જે ખૂબ જ હરખ અને આનંદની લાગણી જન્માવે છે.
આ કાર્યક્રમમાં મહિલા જાગૃતિ મુખ્ય વક્તા તરીકે ડૉ.અંકિતાબેન મુલાણી, સમારોહ ના મુખ્ય વક્તા શ્રી કમલનયનભાઈ સોજીત્રા અને સોજીત્રા પરીવાર ના પ્રમુખ નાગજીભાઈ સોજીત્રા સહિત સોજીત્રા પરીવારના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube