October 9, 2024
KalTak 24 News
Bharat

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના/ મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બસમાં લાગી આગ, 25 લોકોના મોત,8 ગંભીર રીતે ઘાયલ

Bus catches fire on Mumbai Nagpur Expressway 1
  • મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મોટી દુર્ઘટના
  • મધરાતે એસી બસ પલટી ગયા બાદ લાગી આગ 
  • બસમાં આગ લાગતાં 25 લોકો જીવતા ભૂંજાયા

Bus catches fire on Mumbai-Nagpur Expressway: મહારાષ્ટ્રમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં બુલઢાણામાં યવતમાલથી પુણે જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસ બુલઢાણા નજીક હતી ત્યારે બસ પલટી ગઈ હતી અને તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બુલઢાણા પોલીસના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનીના જણાવ્યા અનુસાર બસમાં 32 લોકો સવાર હતા. જેમાંથી 25 લોકોના આગમાં મોત થયા હતા. તે જ સમયે, અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી બસને બુલઢાણાના સિંદખેડમાં રાજા શહેર નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો.

 

રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અકસ્માત થયો

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી Maharashtra Accident લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાના આસપાસ તે પોલ સાથે અથડાઈને ડિવાઈડર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ સાત મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.

શું કહ્યું બુલઢાણાના એસપીએ ? 

બુલઢાના એસપી સુનીલ કડાસેનરે પીટીઆઈને જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ બસનું ટાયર અચાનક ફાટ્યું, જેના પછી ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો. જેના પછી બસ એક પોલ સાથે અથડાઈ. આ પછી તે ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં તરત જ આગ લાગી ગઈ હતી. લોકોને બસમાંથી ઉતરવાની તક મળી ન હતી. કોઈક રીતે માત્ર થોડા લોકો જ બસમાંથી બહાર નીકળી શક્યા હતા.

બુલઢાણાના એસપી સુનીલ કડાસેનરે જણાવ્યું કે, આ દુર્ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગે થઈ હતી. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસનો ડ્રાઈવર સુરક્ષિત છે. તેણે જણાવ્યું કે, બસનું ટાયર ફાટવાથી બસ પલટી ગઈ અને બાદમાં બસમાં આગ લાગી. અકસ્માતના કારણે માર્ગ અવરોધાયો હતો. હાલમાં ટ્રાફિક પોલીસ વહેલી તકે એક્સપ્રેસ વેને પુન: શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ બચાવ્યો જીવ

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ પોતાનો જીવ બચાવ્યા હતા. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે. તેણે જણાવ્યું કે, ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ જેના કારણે બસમાં આગ લાગી.

મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 5 લાખની સહાયની કરી જાહેરાત

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ઈજ્જગ્રસ્ત લોકો માટે ફ્રિ સારવારની પણ જાહેરાત કરી હતી.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

image

Related posts

વોટ્સએપ એ ભારતનું શું કર્યું કે તેને બધાની સામે માફી માંગવી પડી?, IT મિનિસ્ટરે આપી હતી ચેતવણી

KalTak24 News Team

આજથી PM મોદી 11 દિવસના અનુષ્ઠાન પર,કહ્યું ‘પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે’ પીએમ મોદીએ શેર કર્યો ઓડિયો સંદેશ..

KalTak24 News Team

“One Nation One Election” પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના

KalTak24 News Team