Surat News: સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત,1 સારવાર હેઠળ

Slab collapse in Kapodra at Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ પાસે આવેલી ડાયમંડ સ્કુલમાં સ્લેબ ધરાશાહી થવાની ઘટના સામે આવી છે. સ્લેબ ધરાશાહી થતા 3 શ્રમિકો દબાઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. ફાયર વિભાગ દ્વારા દબાયેલા શ્રમિકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક મળતી માહિતી મુજબ,સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિયેશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે સવારે ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિક ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.
સ્મીમેર અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે ચાર લોકો કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે સ્કૂલે કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુલાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયા હતા. ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાયા હતા. આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સૂરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.
દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ધારૂકા કેમ્પસમાં આવેલી ડાયમંડ સ્કુલમાં બે દિવસની રજા હોવાથી કોન્ટ્રકટરને કોન્ટ્રકટ આપીને સ્કુલની એન્ટ્રીનું છત પાડવાનું કામ આપવામાં આવ્યું હતું. ગતરોજથી કોન્ટ્રકટર દ્વારા આ કામગીરી ચાલુ હતું અને આજે સવારથી પણ આ કામગીરી કરવામાં આવી રહી હતી. આ દુર્ઘટનામાં ફાયર વિભાગે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા છે તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube