રાષ્ટ્રીય
Trending

Mizoram Railway Bridge Collapse: મિઝોરમના સૈરાંગમાં મોટી દુર્ઘટના, નિર્માણાધિન બ્રિજ તૂટતા 17ના મોત,અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

Under construction Railway Bridge Collapses In Mizoram: આજે બુધવારે સવારે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો છે, આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે. રેલવે પ્રશાસન દ્વારા અહીં રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત સવારે લગભગ 10 વાગે થયો હતો. પોલીસના જણાવ્યાં મુજબ 17 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધ ચાલુ છે. અકસ્માત કયા કારણસર થયો તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.

અકસ્માતને લગતા સામે આવેલ પ્રાથમિક અહેવાલો અનુસાર, આ રેલ્વે પુલ સાયરાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે બૈરાબી અને સાયરાંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ 104 મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં 42 મીટર વધુ હોવાનું કહેવાય છે.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે શોકાકુળ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોને જલ્દીથી સાજા થઈ જવા માટે પ્રાર્થના કરી હતી.

મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ પુલ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે. જે જગ્યાએ આ ઘટના બની તે રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. ઘટના સમયે તમામ મજૂરો રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ દુર્ઘટનાને પગલે વડા પ્રધાન દ્વારા PMMRF તરફથી દરેક મૃતકોના પરીવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પુલ તૂટી પડ્યો તે ભારતીય રેલવે પ્રોજેક્ટનો ભાગ હતો જે પૂર્વોત્તર ક્ષેત્રના તમામ રાજ્યોની રાજધાનીઓને જોડે છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નિર્માણાધીન છે. આ ઘટના સવારે બની હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી ડેએ જણાવ્યું હતું કે, “અમે હજુ સુધી અકસ્માત પાછળનું કારણ અને અકસ્માત સમયે કેટલા લોકો હાજર હતા તે જાણી શક્યા નથી.”

આ નિર્માણાધીન પુલ મિઝોરમની રાજધાની આઈઝોલથી લગભગ 20 કિલોમીટર દૂર છે. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના સીપીઆરઓ સબ્યસાચી ડેએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button