May 18, 2024
KalTak 24 News
Gujarat

સુરત માં આજે “દીકરી જગત જનની” સમૂહ લગ્નના પહેલા ચરણમાં 150 દીકરીના લગ્ન,તૈયારીઓને અપાઈ આખરી ઓપ..

dikri jagat janani
  • ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે ખાસ આયોજન 
  • ઉત્સવમાં આશરે 4000 થી વધુ સ્વયંસેવકો સેવા આપશે

સુરત(Surat) : પીપી સવાણી ગ્રુપ(P.P Savani Group) અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ આયોજિત “દીકરી જગત જનની”(Dikri Jagat Janani) સમૂહ લગ્ન અંતર્ગત તા 22મી ડીસેમ્બર ગુરૂવાર ના રોજ મહેંદી રસમનાં મહેંકતા કાર્યક્રમ બાદ હવે આજે તા 24 ડિસેમ્બરે પહેલા ભાગમાં 150 દીકરીઓના સમૂહ લગ્ન(Samuh Lagna) યોજાશે. આવતીકાલે ૨૫ ડીસેમ્બર બીજા ભાગ માં 150 દીકરીઓના સમૂહલગ્ન યોજશે ત્યારે એ અગાઉ લગ્ન સ્થળ પર હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

May be an image of body of water

સમૂહ લગ્ન માં શું-શું વ્યવસ્થા કરવામાં આવી છે ?
“દીકરી જગત જનની” નામથી પીપી સવાણી સ્કૂલ નજીક અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં તા 24 અને 25 ડિસેમ્બરે એમ બે દિવસ 150 – 150 દીકરીઓ ના સમૂહ લગ્ન યોજાશે. જે માટે વિશાળ પટાંગણમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં જ્યારે લોકો અહી આવશે ત્યારે પાર્કિંગ સહિતની સુવિધાની પણ તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ખાસ આયોજન કરાયુ છે. રસોડામાં સીધુ સામગ્રી મોટી સંખ્યામાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. રસોડું, મંડપ, સ્ટેજ, પાર્કિંગ અને મુખ્ય રૂટ પર પણ અનેક કાર્યકરો તૈનાત રહેશે. આ પ્રસંગમાં લગભગ 4000 થી વધુ સ્વયંસેવકો આ રીતે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત લોકોની સુવિધા માટે આરોગ્ય અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર હાજર રહેશે.

May be an image of outdoors

 

આ સમૂહ લગ્ન કયા-કયા મહાનુભાવો આવશે ?
ઉલ્લેખનીય છે કે આ લગ્ન અવસરે એક લાખથી વધુ લોકો અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રેકોર્ડ નોંધાવશે તો જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દત્તક યોજનાની પણ શરૂઆત થશે. આજે ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, ઋષીકેશભાઈ પટેલ, કુબેર ડીંડોર, મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસ ના 150 લગ્નમાં 2 મુસ્લિમ યુગલ નિકાહ પઢશે તો 1 ખ્રિસ્તી યુગલ પણ નવજીવનની શરૂઆત કરશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

સુરતમાં પિતાવિહોણી 300 દીકરીઓનો ધામધૂમ થી લગ્નોત્સવ સંપન્ન, 1.38 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો

Sanskar Sojitra

દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતમાં માત્ર 100 કલાકના બાળકનું કરાયું અંગદાન,5 લોકોને આપી નવી જિંદગી,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી કરાવ્યું અંગદાન

KalTak24 News Team

સુરત/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ની લીધી મુલાકાત,હીરા બુર્સના ઉદ્ઘાટનની અપાઈ પ્રથમ પત્રિકા,જુઓ તસવીરો

KalTak24 News Team