ગુજરાત
Trending

અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માત,ચોટીલા દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત,10 લોકોને ભરખી ગયો કાળ

Ahmedabad Bagodara Highway Accident: અમદાવાદ બગોદરા હાઇવે (Ahmedabad Bagodara highway) પર ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હોવાના મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બાવળાના મીઠાપુર પાસે આ અક્સ્માત સર્જાયો છે જેમાં 10 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.છોટા હાથીમાં સવાર લોકો ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતની વિગતો એવી છે કે, કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો.

5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત
બાવળા બગોદરા રોડ પર ગોઝારા અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત થયું છે. વિગતો મુજબ છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. આ લોકો ચોટીલા દર્શન કરીને ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તરફ અકસ્માત બાદ 3 લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ચકચાર મચી ગઈ છે.

3 1691742962

અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં જણાવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

2 1691742956

અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

10 1691743001

બાવળા બગોદરા હાઈવે મોતનો હાઈવે બની રહ્યો છે. આ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ફરી એકવાર બાવળા બગોદરા હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો છે. ત્યારે સવાલ એ છે કે, આ હાઈવે હજી કેટલાકના લોહી ચાખશે.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કરતા લખ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button